SAHR WARU celebrated the 69th Republic Day of India with a motorcycle Rally from Town Hall to Gandhi Ashram and back in Ahmedabad on 26th January 2018 morning.
Human Rights Day is celebrated annually across the world on 10 December every year.
“ ૩૦ નવેમ્બર દક્ષિણ એશિયા મહિલા શાંતિ દિવસ અને ૧૦ ડિસેમ્બર માનવ અધિકાર દિવસ”સહર વેરુ : વિમેંન્સ એકશન એન્ડ રીસોર્સ યુનીટ છેલ્લા ૧૫ વર્ષોથી અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જીલ્લાના ગામો અને શહેરી વિસ્તારોમા શાંતિ વધારવા અને સામાજીક વિકાસ અને સ્ત્રી વિકાસ માટે કામ કરે છે.
૩૦ નવેમ્બર દક્ષિણ એશિયા મહિલા શાંતિ દિવસ તરીકે મનાવામાં આવે છે. આ દિવસ દક્ષિણ એશિયાનાં ૭ દેશોમાં મનાવવામાં આવે છે, જેમાં અફગાનિસ્થાન , બાંગ્લાદેશ, ભુટાન, ઇન્ડિયા, નેપાલ, પાકિસ્તાન, શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ દિવસ બધા જ દેશો ના મહિલાઓ અને મહિલા સંગઠનો વચ્ચે સદભાવના, એકતા, વિવિધતા અને સંવેદનશીલતા લાવવા માટે મનાવવામાં આવે છે. જેથી સ્ત્રીઓ વચ્ચે સમનતા અને પ્રેમભાવ ઉત્પન્ન થાય.
૧૦ ડિસેમ્બર માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છે. ‘યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી’ નાં માનમાં માનવ અધિકાર દિવસની પંસદગી કરવામાં આવી. ઇ.સ ૧૯૪૮માં ૧૦ ડિસેમ્બરનાં રોજ આ દિવસને ‘માનવ અધિકાર દિવસ’ તરીકે જાહેર કર્યો.
૩૦ નવેમ્બર દક્ષિણ એશિયા મહિલા શાંતિ દિવસ અને ૧૦ ડિસેમ્બર માનવ અધિકાર દિવસ ઉજવવા માટે સહર વેરૂનાં બહેનો અને યુવતીઓ સાથે તારીખ : ૧૦ ડિસેમ્બર ૨૦૧૭ રવિવાર ના રોજ સમય : બપોરે ૦૨:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી “સરદાર બાગ,રૂપાલી સિનેમાની સામે, લાલ દરવાજા ખાતે સ્નેહ મિલનનું કાર્યક્રમ અને નહેરૂબ્રીજ સુધી રેલી અને માનવ સાકળ બનાવીને મીણબતી સળગાવવા માટે અમદાવાદનાં સહર વેરૂનાં કાર્યરત વિસ્તારની બહેનોનું સ્નેહ મિલન રાખેલ.